Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indian Railways: Those going to Sabarmati Railway Station, be careful! Entry-exit rules will change from January 20, know the new route plan

Indian Railways: સાબરમતી રેલવે સ્ટેશન જનારા સાવધાન! 20 જાન્યુઆરીથી એન્ટ્રી-એક્ઝિટના નિયમો બદલાશે, જાણો નવો રૂટ પ્લાન

Timeછેલ્લું અપડેટ : 16 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Indian Railways: સાબરમતી રેલવે સ્ટેશન જનારા સાવધાન! 20 જાન્યુઆરીથી એન્ટ્રી-એક્ઝિટના નિયમો બદલાશે, જાણો નવો રૂટ પ્લાન
સોર્સ : GSTV

Indian Railways: સાબરમતી રેલવે સ્ટેશનને વર્લ્ડ કલાસનું બનાવવા માટે ચાલી રહેલા પુનર્વિકાસ કાર્યમાં એક મહત્વનો તબક્કો પૂર્ણ થયો છે. ધર્મનગર સાઈડ નવી આધુનિક સ્ટેશન બિલ્ડિંગ તૈયાર થઈ જતાં હવે સ્ટેશન પર મુસાફરોની અવરજવર માટેની વ્યવસ્થામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી 20 જાન્યુઆરી 2026થી 15 એપ્રિલ 2026 સુધી સ્ટેશન પર પ્રવેશ અને નિકાસ માટે નવા દ્વાર અમલમાં આવશે.

App Store

પ્રસ્થાન કરનાર મુસાફરો માટે નવી વ્યવસ્થા (Entry)
જે મુસાફરોએ સાબરમતીથી ટ્રેન પકડવાની છે, તેમના માટે નીચે મુજબની વ્યવસ્થા રહેશે:

પ્રવેશ: મુસાફરોના વાહનો હવે MMTS બિલ્ડિંગ (બુલેટ ટ્રેન સ્ટેશન) નજીક ગ્રીન લાઇન પાસેથી પ્રવેશ કરી શકશે.

પ્લેટફોર્મ સુધી પહોંચવા: મુસાફરોએ નવી બિલ્ડિંગમાં પ્રવેશ કરી લિફ્ટ, એસ્કેલેટર અથવા સીડી દ્વારા બીજા માળે (Second Floor) જવાનું રહેશે, જ્યાંથી તમામ પ્લેટફોર્મ પર પહોંચી શકાશે.

વાહનોની એક્ઝિટ: મુસાફરોને ડ્રોપ કરીને પરત ફરતા વાહનો વર્તમાન પ્રવેશ દ્વારથી બહાર નીકળી શકશે.

આગમન કરનાર મુસાફરો માટે વ્યવસ્થા (Exit)
ટ્રેન દ્વારા સાબરમતી ઉતરતા મુસાફરો માટે નવી નિકાસ વ્યવસ્થા:

નિકાસ દ્વાર: મુસાફરો માટે મહેસાણા સાઇડના ફૂટ ઓવર બ્રિજ નજીક (પર્પલ લાઇન) થી બહાર નીકળવાની વ્યવસ્થા કરાઈ છે.

પિક-અપ પોઈન્ટ: આ જ સ્થળે મુસાફરોને લેવા આવતા વાહનો માટે પિક-અપ ઝોન નિર્ધારિત કરવામાં આવ્યો છે.

નવી સ્ટેશન બિલ્ડિંગમાં ઉપલબ્ધ સુવિધાઓ
નવનિર્મિત સ્ટેશન બિલ્ડિંગમાં મુસાફરોની સગવડતા માટે માળ મુજબ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે:

ગ્રાઉન્ડ ફ્લોર: જનરલ ટિકિટ (UTS) બુકિંગની સુવિધા.

પ્રથમ માળ: રિઝર્વેશન (PRS) ટિકિટ બુકિંગની સુવિધા.

દ્વિતીય માળ: મુસાફરો માટે આધુનિક પ્રતીક્ષાલય (Waiting Room).

પાર્કિંગ અને કનેક્ટિવિટી
રેલવે વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે નિકાસ દ્વાર નજીક બે અલગ-અલગ સ્થળોએ પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. વધુમાં, પ્લેટફોર્મ નંબર 1થી 7ને જોડતા બે ફૂટ ઓવર બ્રિજ તૈયાર છે. વૃદ્ધો અને દિવ્યાંગો માટે મહેસાણા સાઇડના ફૂટ ઓવર બ્રિજ પર તમામ પ્લેટફોર્મ પર લિફ્ટની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.

રેલવેની અપીલ: સાબરમતી રેલવે સ્ટેશન પર ચાલી રહેલા નિર્માણ કાર્યને કારણે મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે માટે નવી ટ્રાફિક વ્યવસ્થા ઉભી કરાઈ છે. તમામ મુસાફરોને રેલવેના સૂચક ચિહ્નો અને આરપીએફ (RPF) જવાનોની સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.