Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : In the last 24 hours in Gujarat, Kaprada in Meghmeher, Valsad recorded the highest rainfall of 2.5 inches among 109 talukas.

VIDEO: Gujaratમાં છેલ્લા 24 કલાકમાં 109 તાલુકામાં મેઘમહેર, વલસાડના કપરાડામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા વરસાદી માહોલ વચ્ચે હવે વરસાદનું જોર ઘટી રહ્યું છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જોકે, મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવા છાંટા કે ધીમી ધાર જ જોવા મળી હતી, જેમાં 100 તાલુકામાં તો એક ઇંચથી પણ ઓછો વરસાદ પડ્યો હતો.

App Store

દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર: વલસાડ જિલ્લો મોખરે

છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 2.52 ઇંચ, નાનાપોંઢામાં 2.13 ઇંચ અને ધરપુરમાં 1.65 ઇંચ વરસાદ પડ્યો હતો. ખંભાતમાં 1.42 ઇંચ, ડાંગમાં 1.42 ઇંચ, ભરૂચમાં 1.26 ઇંચ, પાદરામાં 1.06 ઇંચ, વાપીમાં 1.06 ઇંચ, ખેરગામમાં 1.02 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના 100 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો.

9 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ત્રીજી ઓગસ્ટથી નવમી ઓગસ્ટ દરમિયાન ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે હાલ પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે. સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટના કારણે દરિયાકાંઠે 15થી 20 નોટની ઝડપે મજબૂત પવનો ફૂંકાશે, જે વધીને 25 નોટ સુધી પહોંચી શકે છે. દરિયાની સ્થિતિ મધ્યમથી રફ રહેવાની સંભાવનાને પગલે સાવચેતી રાખવા જણાવાયું છે. જોકે, રાહતની વાત એ છે કે પૂર્વમાં અપાયેલી 'Port Warning LC3' ને હવે હટાવી લેવામાં આવી છે.