VIDEO: અમદાવાદના સાબરમતીમાં મસમોટો ભૂવો પડતા ૨ કિમીનો રોડ બંધ, ટ્રાફિક ડાયવર્ટ
સોર્સ : gstv
અમદાવાદમાં વરસાદી માહોલ જામતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં ભૂવા પડવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. શહેરના સાબરમતી સ્નાનાગાર પાસે રસ્તા પર મસમોટો ભૂવો પડતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. સુરક્ષાના કારણોસર સાબરમતી પાવર હાઉસથી સાબરમતી BRTS રૂટ સુધીનો આશરે ૨ કિમીનો રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવાની ફરજ પડી છે. આ વિસ્તારના વાહન વ્યવહારને હાલમાં BRTS રૂટ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ ઘટનાને કારણે સ્થાનિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

