Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Hydroponic marijuana seized from Ahmedabad airport, narcotics seized two days ago

Ahmedabad એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બે દિવસ અગાઉ પણ પકડાયો હતો નશીલો પદાર્થ

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad એરપોર્ટ પરથી હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો, બે દિવસ અગાઉ પણ પકડાયો હતો નશીલો પદાર્થ
સોર્સ : GSTV

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા ડ્રગ્સની હેરાફેરી પકડી પાડવામાં આવી છે. કસ્ટમ્સ અધિકારીઓએ બેંગકોકથી આવેલી ફ્લાઈટના એક મુસાફરને આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા હાઇડ્રોપોનિક ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. વિદેશથી હવાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવાના આ પ્રયાસને કસ્ટમ્સ વિભાગે સતર્કતાથી નિષ્ફળ બનાવ્યો છે.

App Store

1 કિલોગ્રામથી વધુ હાઇડ્રોપોનિક ગાંજો મળ્યો

મળતી માહિતી અનુસાર, ચોથી એપ્રિલની રાત્રે બેંગકોકના ડોન મુઆંગ એરપોર્ટથી અમદાવાદ આવેલી વિયેટજેટ એરલાઇન્સની ફ્લાઇટમાંથી એક શખસ ઉતર્યો હતો. એરપોર્ટ પર હેન્ડ બેગેજ સ્ક્રિનિંગની પ્રક્રિયા દરમિયાન કસ્ટમ્સ અધિકારીઓને શંકા જતાં આ ભારતીય મુસાફરના સામાનની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેની બેગમાંથી વેક્યૂમ સીલ કરેલા પ્લાસ્ટિકના ચાર પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટમાં રહેલા લીલા રંગના પદાર્થનું પરીક્ષણ કરતા તે 1.107 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો હોવાની જાણ થઈ હતી.

બેંગકોકથી હેન્ડ બેગમાં આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો છુપાવીને લાવનાર આ ભારતીય નાગરિક સામે કસ્ટમ્સ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારીઓએ 1.107 કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજાનો સંપૂર્ણ જથ્થો જપ્ત કરી લીધો છે અને પકડાયેલા મુસાફર સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. આ હાઇ-પ્રોફાઇલ ગાંજો કોને સપ્લાય કરવાનું હતું અને તેની પાછળ કઈ સિન્ડિકેટ કામ કરી રહી છે તે દિશામાં હાલ વધુ તપાસ ચાલી રહી છે.

અગાઉ 2 કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો હતો

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પરથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) અને એર ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ સંયુક્ત કાર્યવાહી કરીને બેંગકોકથી અમદાવાદ આવેલા બે શખસો પાસેથી બે કરોડો રૂપિયાથી વધુની કિંમતનો નશીલો પદાર્થ જપ્ત કર્યો છે.