Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Weather Update: Heavy to very heavy rains predicted in the state for the next 6 days, alert in these 25 districts, know

Gujarat Weather Update: રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ 25 જિલ્લામાં એલર્ટ, જાણો

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Weather Update: રાજ્યમાં આગામી 6 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ 25 જિલ્લામાં એલર્ટ, જાણો
સોર્સ : GSTV

Gujarat Weather Update: ગુજરાતમાં ઘણાં સમયથી વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  આજે રવિવારે (17 ઓગસ્ટ) 24 જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી છે.  ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

App Store

6 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે 18 ઓગસ્ટે પોરબંદર, જુનાગઢ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, છોટા ઉદેપુર જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

19 ઓગસ્ટની આગાહી
19 ઓગસ્ટના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે અન્ય 29 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

20-21 ઓગસ્ટની આગાહી
20 ઓગસ્ટે અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, આણંદ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 21 ઓગસ્ટના રોજ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. 

22-23 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગ મુજબ, આગામી 22-23 ઓગસ્ટના રોજ 11 થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યુ છે.