Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat Rain Forecast: Despite the rains in Gujarat, these districts will receive heavy rains for the next 7 days, know

Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદ ખેંચાયો છતાં આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Gujarat Rain Forecast: ગુજરાતમાં વરસાદ ખેંચાયો છતાં આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ, જાણો
સોર્સ : GSTV News

Gujarat Rain Forecast: રાજ્યમાં ચોમાસાને સત્તાવાર રીતે બેસી ગયાને બે માસ થવા આવ્યા છતાં કેટલાક દિવસોથી વરસાદ સાવ ગાયબ છે. જેથી લઘુત્તમ તાપમાનમાં વધારો થતા ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વરસાદ ખેંચાતા ગરમીની સાથે ગરમી પણ વધી છે. વાતાવરણમાં ગરમી અને ભેજને લીધે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે. આમ છતાં હવામાન વિભાગે આગામી 7 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ વરસવાનો વર્તારો વ્યક્ત કર્યો છે. 

App Store

મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં ઘણા દિવસોથી વરસાદ નથી વરસી રહ્યો છે. જેથી રાજ્યમાં મહત્તમ તાપમાનનો પારો 36 ડિગ્રીએ પહોંચ્યો છે. જેના લીધે ગરમી અનુભવાઈ રહી છે. એકબાજું વરસાદ ખેંચાતા ગરમી અને બીજી બાજું ખેતીવાડીમાં પણ વરસાદની તાતી જરૂરિયાત છે.

જો કે, હાલ અપર એર સાઈક્લોન સર્કયુલેશન સૌરાષ્ટ્ર પર છે. જેથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સારા એવા વરસાદની આશા સેવાઈ રહી છે.  કચ્છ જિલ્લા અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે રહેલા જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 7 દિવસોમાં ગાંધીનગર, અમદાવાદ જિલ્લામાં પણ હળવા અને મધ્યમ વરસાદની શક્યતા દર્શાવી છે.  શ્રાવણ માસને 10 દિવસ થવા આવ્યા છતાં અનરાધાર વરસાદની ખેડૂતો અને ક્યાંક જનતા પણ પ્રતીક્ષા કરી રહી છે.