Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gujarat High Court lawyers' strike ends

ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ સમેટાઈ, 3 દિવસમાં 20 હજાર કેસોને સીધી અસર

Timeછેલ્લું અપડેટ : 30 Aug 2025
લાઇવ ટીવીGoogle News
ગુજરાત હાઈકોર્ટના વકીલોની હડતાળ સમેટાઈ, 3 દિવસમાં 20 હજાર કેસોને સીધી અસર
સોર્સ : google

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં બદલીની સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ સામે વકીલોની હડતાળ સમેટાઈ ગઈ છે. સોમવારથી ગુજરાત હાઇકોર્ટ રાબેતા મુજબ કાર્યરત થશે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિયેશનએ ત્રણ દિવસ સુધી કામથી દૂર રહી હડતાળ કરી, જેના કારણે લગભગ 20 હજાર કેસો પર સીધી અસર પડી. 

App Store

ગુજરાત હાઇકોર્ટના જજ સંદીપ ભટ્ટની બદલીની ભલામણ  બાબતે ગુજરાત હાઈકોર્ટના વકિલોએ વિરોધ દર્શાવી હડતાળ ઉપર ઉતર્યા હતા. સુપ્રીમ કોર્ટ કોલેજીયમ દ્વારા જજની બદલીની ભલામણ થતા ગુજરાત હાઇકોર્ટના વકીલોએ કામકાજથી અળગા રહ્યા હતા. 

એસોસિયેશનની પ્રતિનિધિ મંડળે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બી. આર. ગવઈ અને કોલેજિયમને રજૂઆત કરી, જસ્ટિસ ભટ્ટની બદલી રદ કરવા માંગ કરી. કોલેજિયમે 14 જજોની બદલીની ભલામણ કરી હતી. જેમાંથી 11 જજોની બદલીઓ સામે દેશભરમાં વિરોધ થયો. હવે આ મામલે આગામી નિર્ણય સુપ્રીમ કોર્ટ લેશે.