Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gomtipur, a youth was killed in an altercation with a medical store manager

Ahmedabad/ ગોમતીપુરમાં મેડિકલ સ્ટોર સંચાલક સાથે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં યુવકની હત્યા

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad/ ગોમતીપુરમાં મેડિકલ સ્ટોર સંચાલક સાથે નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં યુવકની હત્યા
સોર્સ : gstv

Ahmedabad News: અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાંથી હત્યાની ચોંકવાનારી ઘટના સામે આવી છે. ગોમતીપુરમાં આવેલા ચારતોલા કબ્રસ્તાન નજીક મારામારીની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક યુવકનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. યુવકના મોત બાદ સમગ્ર મામલો હવે હત્યામાં પલટાયો છે.

App Store

બોલાચાલી બાદ ખૂની ખેલ ખેલાયો

મળતી માહિતી અનુસાર, ગોમતીપુર ચારતોલા કબ્રસ્તાન નજીક એક મેડિકલ સ્ટોર ચલાવતા વ્યક્તિ અને ભોગ બનનાર યુવક વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મામલો એટલો બિચક્યો કે ઉશ્કેરાયેલા શખસે યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી દીધો હતો.

તીક્ષ્ણ હથિયારોના આડેધડ ઘા વાગવાને કારણે યુવક લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ગંભીર ઈજાઓના કારણે ટૂંકી સારવાર દરમિયાન જ યુવકે દમ તોડી દીધો હતો.

આ ચકચારી ઘટનાને પગલે ગોમતીપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. યુવકના મોતને પગલે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.