Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Gambling run in flat in New Ranip caught, PCB seizes Rs 38.15 lakh

VIDEO: ન્યૂ રાણીપમાં ફ્લેટમાં ચાલતું જુગારધામ ઝડપાયું, PCBએ 38.15 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 11 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરમાં પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ (PCB) દ્વારા ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલ એક રહેણાંક ફ્લેટમાં દરોડા પાડીને મોટા જુગારધામનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. સાબરમતી પોલીસની રહેમરાહમાં ચાલતા કલાસાગર હાઈટ્સ નામના એપાર્ટમેન્ટમાં જુગારધામમાંથી પોલીસે રોકડ, મોબાઈલ અને વાહનો સહિત કૂલ 38,15,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઘટનામાં ફ્લેટ માલિક ઝડપાઈ ગયો છે, જે પોતાના જ ઘરમાં બહારથી ખેલીઓને બોલાવીને મોટા પાયે જુગાર રમાડતો હતો.

App Store

પાંચમા માળે અડધા ખુલ્લા દરવાજામાંથી પોલીસે ઝડપ્યા

PCBની ટીમ જ્યારે સાબરમતી ન્યૂ રાણીપ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કલાસાગર હાઈટ્સના બ્લોક નંબર એચ/501માં દરોડા પાડ્યા હતા. પોલીસની ટીમ પાંચમા માળે પહોંચી ત્યારે ફ્લેટનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર કેટલાક શખસો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પૂછપરછમાં ફ્લેટના માલિક ગૌતમ કાંતિ પટેલે કબૂલાત કરી હતી કે તે બહારથી લોકોને બોલાવીને એક વ્યક્તિ દીઠ 12,000 રૂપિયા લઈને પોતાના ફ્લેટમાં જુગાર રમાડતો હતો.

ગાડીઓ, મોબાઈલ અને ચેક સ્લિપ જપ્ત
 
પોલીસે ઘટનાસ્થળેથી આરોપીઓ પાસેથી મળેલા રોકડા 3,55,100 રૂપિયા જપ્ત કર્યા હતા. આ ઉપરાંત આરોપીઓ જુગારમાં પૈસા હારી જાય તો ગીરવે મૂકીને ફરી રમી શકાય તેવા 10 મોબાઈલ ફોન, 3 ફોર વ્હીલર અને 1 ટુ વ્હીલર પણ કબજે કરવામાં આવ્યા છે. આ રેડમાં જુગાર રમવાના 104 પાના, 13 કોરી ચેક સ્લિપ, 4 ગાદલા, એક એલ્યુમિનિયમનું તગારું અને પુરાવા રૂપે એક લાઈટબિલ પણ મળી આવ્યું હતું. પોલીસે કુલ 38,15,100 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયેલા ફ્લેટ માલિક અને અન્ય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે.