Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : Two people died when the roof of a building collapsed due to heavy rain in Delhi's New Usmanpur

VIDEO: દિલ્હીના ન્યૂ ઉસ્માનપુરમાં ભારે વરસાદથી મકાનની છત ધસી પડતાં બે લોકોના મોત

Timeછેલ્લું અપડેટ : 03 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

દિલ્હીના ન્યૂ ઉસ્માનપુર વિસ્તારમાં મુસળધાર વરસાદના કારણે એક મકાનની છત અચાનક ધસી પડતાં ભારે દુર્ઘટના સર્જાઈ છે. આ કરૂણ અકસ્માતમાં બે લોકોના કાટમાળ નીચે દબાઈ જવાથી દર્દનાક મોત નીપજ્યા છે. રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા સતત ભારે વરસાદને કારણે જૂના અને જર્જરિત મકાનો માટે મોટું જોખમ ઊભુ થયું છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર બ્રિગેડ અને આપત્તિ વ્યવસ્થાપન ની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાટમાળ હટાવીને બચાવ કામગીરી હાથ ધરી હતી. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને વિસ્તારના અન્ય જર્જરિત મકાનોની તપાસ શરૂ કરી દીધી છે. હવામાન વિભાગે દિલ્હીમાં હજુ પણ ભારે વરસાદની ચેતવણી આપી હોવાથી પ્રશાસને નાગરિકોને જૂના અને અસુરક્ષિત મકાનોમાં ન રહેવા તથા સાવચેત રહેવાની અપીલ કરી છે.

App Store
ટોપિક્સ:GSTV NewsGujarati News