VIDEO: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંકલન ન્યૂરો રિહેબ સેન્ટરની મુલાકાત લીધી
સોર્સ : gstv
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ સ્થિત સંકલન ન્યૂરો રિહેબ સેન્ટરની મુલાકાત લઈને દર્દીઓને ઉપલબ્ધ સારવાર અને સુવિધાઓની જાણકારી મેળવી હતી. મુલાકાત દરમિયાન તેમણે સેન્ટરની કામગીરીનું નિરીક્ષણ કર્યું અને નિષ્ણાતો સાથે ચર્ચા કરી હતી. ન્યૂરો રિહેબિલિટેશન ક્ષેત્રમાં આધુનિક સારવાર અને દર્દી કેન્દ્રિત સેવાઓની પણ સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ દર્દીઓ અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરી તેમની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી.

