VIDEO: મેડિકલ કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોની બોન્ડ નીતિ રદ કરવા IMAની મુખ્યમંત્રીને રજૂઆત
સોર્સ : gstv
ગુજરાતમાં મેડિકલ કોલેજોના સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ પાસેથી લેવાતી ગ્રામીણ સેવા બોન્ડ નીતિ રદ કરવા અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને મુખ્ય પ્રધાનને રજૂઆત કરી છે... IMA ગુજરાત સ્ટેટ બ્રાન્ચના મતે હાલમાં બેઠકોમાં વધારો થતાં બોન્ડ સેવા માટે પૂરતી જગ્યાઓ ઉપલબ્ધ નથી. આ ઉપરાંત, જીપીએસસી દ્વારા કાયમી ભરતી થતી હોવાથી બોન્ડેડ તબીબો અનિશ્ચિતતા અને અસુરક્ષાનો સામનો કરી રહ્યા છે. પોસ્ટિંગમાં થતા વિલંબથી તબીબોને આગળના સુપર-સ્પેશિયાલિટી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવામાં વિપરીત અસર પડે છે. મહારાષ્ટ્ર સરકારે પણ તાજેતરમાં બોન્ડ નીતિ રદ કરી હોવાથી ગુજરાત સરકાર પણ આ નીતિ પર પુનર્વિચારણા કરીને બોન્ડ પ્રથા રદ કરે તેવી માંગ કરાઈ છે.

