Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Cousin kills brother after a fight over a minor issue in Bopal, know the whole matter

Ahmedabad news: બોપલમાં નજીવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી, જાણો આખો મામલો

Timeછેલ્લું અપડેટ : 02 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: બોપલમાં નજીવા મુદ્દે થયેલી બોલાચાલી બાદ પિતરાઈ ભાઈએ ભાઈની હત્યા કરી, જાણો આખો મામલો
સોર્સ : AI

Ahmedabad news: અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુરૂવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોહીના સંબંધો લજવાય તેવી આ ઘટનામાં એક માસિયાઈ ભાઈએ જ પોતાના ભાઈ પર જીવલેણ હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. માત્ર જમવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરારે જોતજોતામાં લોહિયાળ જંગનું સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

App Store

જમવા બાબતે બોલાચાલી અને કરુણ અંજામ
મૃતક રામુ કુશ્વાહા અને આરોપી વિષ્ણુ કુશ્વાહા બંને મૂળ મધ્યપ્રદેશના મોરેના વતની છે અને અમદાવાદમાં રહીને કલર કામની મજૂરી કરતા હતા. ગઈકાલે સાંજે (ગુરૂવારે) બંને ભાઈઓ જ્યારે ઘરે હતા, ત્યારે જમવાની કોઈ બાબતે તેમની વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે વિષ્ણુ કુશ્વાહા આવેશમાં આવી ગયો હતો અને રસોડામાંથી છરી લાવી રામુ પર ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા.

તીક્ષ્ણ હથિયારના હુમલાને કારણે રામુ કુશ્વાહાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. વધુ પડતો રક્તસ્ત્રાવ થવાને કારણે રામુએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. એક નજીવી તકરારે એક યુવાનનો જીવ લીધો અને બીજાને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

બોપલ પોલીસે આરોપીની કરી અટકાયત
ઘટનાની જાણ થતા જ બોપલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી વિષ્ણુ કુશ્વાહાની અટકાયત કરી લીધી છે. પોલીસે રામુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે. આરોપી વિષ્ણુ વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરપ્રાંતિય મજૂર પરિવારોમાં બનેલી આ ઘટનાને પગલે શ્રમિકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.