Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Booming entry of monsoon in Gujarat, know where it rained the most

ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ

Timeછેલ્લું અપડેટ : 26 Jun 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, જાણો ક્યાં પડ્યો સૌથી વધુ વરસાદ
સોર્સ : GSTV

ગુજરાતમાં લાંબા સમયની રાહ જોયા બાદ આખરે સત્તાવાર ચોમાસાનું આગમન થઈ ગયું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 8 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે, જેમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં સૌથી વધુ 16 મીમી (0.63 ઈંચ) વરસાદ ખાબક્યો છે. જ્યારે વલસાડના ઉમરગામમાં 1 મીમી વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 1 જુલાઈ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર રીજીયનના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જો કે આજે 26 જૂનના રોજ વરસાદના જોરમાં થોડો ઘટાડો નોંધાશે.

App Store

દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને વાવાઝોડાની શક્યતા
આજના હવામાનની વાત કરીએ તો નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં જ હળવો વરસાદ રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતમાં હવામાન સૂકું થઈ જશે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશા તરફ તેજ પવન ફૂંકાશે, જેની ગતિ 15 થી 20 નોટ અને ગસ્ટિંગ 25 નોટ સુધી પહોંચી શકે છે. આ વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા તોફાનની પણ આશંકા છે. બીજી તરફ, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મહત્તમ તાપમાન 41 ડિગ્રીની આસપાસ નોંધાઈ શકે છે.

બે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન સક્રિય
હવામાન વિભાગના મતે હાલમાં બે શક્તિશાળી હવામાન સિસ્ટમ કાર્યરત છે. પ્રથમ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્ય પાકિસ્તાન અને ઉત્તર રાજસ્થાનની સરહદે જમીનથી 1.5 કિમીની ઊંચાઈએ સક્રિય છે. જ્યારે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશના દક્ષિણ-પૂર્વ ભાગ પર બનેલું છે, જ્યાંથી ઉત્તર ગુજરાત થઈને પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર સુધી એક ટ્રફ લાઇન પસાર થઈ રહી છે. આ સિસ્ટમોને કારણે રાજ્યમાં પવનની દિશા બદલાઈ છે.

આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ અને તારીખવાર આગાહી
ચોમાસાની ઉત્તરીય રેખા હાલ સ્થિર છે અને તે સુરત, ઇન્દોર અને મોતિહારી થઈને પસાર થઈ રહી છે. આગામી 3 થી 4 દિવસમાં તે સમગ્ર ગુજરાત અને મધ્યપ્રદેશના અન્ય ભાગોમાં આગળ વધશે.
27 જૂન: દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.
28 જૂનથી 1 જુલાઈ: અઠવાડિયાના અંતમાં વરસાદ ફરી વ્યાપ પકડશે. ઉત્તર ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે.