Video: ઓસિયા હાઈપર મોલના ડિરેક્ટરની હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી

અમદાવાદના ઓસિયા હાઈપર મોલના ડિરેક્ટરે ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. ઓસિયા હાઈપર રિટેલ લિમિટેડના ડિરેક્ટર ધીરેન્દ્ર ચોપરાએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી ધીરેન્દ્ર ચોપરા અને તેમની પત્ની સહિતના લોકો સામે વેપારીઓ પાસેથી માલ મેળવીને 250 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં અગાઉ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે તેમની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. નીચલી કોર્ટમાંથી રાહત ન મળતા હવે તેમણે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેના પર આગામી 30 નવેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
જાહેરાત








