Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Anti-social elements bully a paan parlor in Vadaj, throw bottle at customer and vandalize the shop

Ahmedabad news : વાડજમાં પાન પાર્લર પર અસામાજિક તત્વોની દાદાગીરી, ગ્રાહકને બોટલ મારી દુકાનમાં તોડફોડ કરી

Timeછેલ્લું અપડેટ : 30 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news : વાડજમાં પાન પાર્લર પર અસામાજિક તત્વોની દાદાગીરી, ગ્રાહકને બોટલ મારી દુકાનમાં તોડફોડ કરી
સોર્સ : GSTV

Ahmedabad news : અમદાવાદમાં અસામાજિક તત્ત્વોની દાદાગીરી અને ગુંડાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાડજ વિસ્તારમાં વ્યાસવાડી પાસે આવેલા પાન પાર્લર પર કેટલાક અસામાજિક તત્ત્વોએ ગ્રાહક સાથે ઝઘડો કરીને હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક ગ્રાહક કાચની બોટલ વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયો છે. સમગ્ર ઘટના પાન પાર્લરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

App Store

વાડજમાં પાન પાર્લર પર ગ્રાહકને કાચની બોટલ મારતા ગંભીર રીતે ઘાયલ
મળતી માહિતી મુજબ, આ સમગ્ર બનાવ વાડજના વ્યાસવાડી ચાર રસ્તા પાસે આવેલા પાન પાર્લરમાં બન્યો હતો. અહીં કેટલાક અસામાજિક તત્ત્વોએ પાન પાર્લર પર આવીને હાજર એક ગ્રાહક સાથે બબાલ શરૂ કરી હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી એટલી હદે વધી ગઈ કે આ આરોપીએ પાન પાર્લર ખાતે આતંક મચાવીને તોડફોડ શરૂ કરી દીધી હતી. 

ગ્રાહકને કાચની બોટલ મારી અને દુકાનમાં નુકસાન કર્યું નુકસાન 
અસામાજિક તત્ત્વોએ પાન પાર્લરના ફ્રીજના કાચ તોડી નાખ્યા હતા. હુમલા દરમિયાન આ ચિરાગ મુંધવા નામના ગ્રાહકને કાચની બોટલ માથામાં મારતા તે ઘાયલ થયો હતો. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. પાન પાર્લરમાં થયેલી આ ગુંડાગીરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી.

પાન પાર્લરના માલિકે તાત્કાલિક આ અંગે વાડજ પોલીસ સ્ટેશનમાં ચાર અસામાજિક તત્ત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરીને તેમની ધરપકડ કરવાની અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ હાથ ધરી છે.