Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : AMC takes major action in Ahmedabad: 13 water jug ​​units selling non-chlorinated water sealed, suppliers in uproar

અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી: ક્લોરિન વગરનું પાણી વેચતા 13 વોટર જગ યુનિટ સીલ, સપ્લાયરોમાં ફફડાટ

Timeછેલ્લું અપડેટ : 19 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમદાવાદ શહેરના નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા વોટર જગ સપ્લાયરો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ લાલ આંખ કરી છે. ક્લોરિન યુક્ત પાણી વેચવાના કડક આદેશ બાદ હાથ ધરાયેલી તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવતા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

App Store

194 એકમો પર સામૂહિક તપાસ 
AMCના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત 194 વોટર જગ સપ્લાયરના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તંત્રનો ઉદ્દેશ્ય એ તપાસવાનો હતો કે સપ્લાયરો દ્વારા વેચવામાં આવતું પાણી ક્લોરિન યુક્ત અને પીવાલાયક છે કે નહીં.

નિયમોનું ઉલ્લંઘન અને કડક એક્શન 
તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી. 194 પૈકી 20 સ્થળો પર ક્લોરિન માટેની કોઈ જ વ્યવસ્થા મળી આવી નહોતી. તંત્રએ આ ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક પગલાં લીધા હતા:

13 એકમોને સીલ: જે એકમોમાં નિયમોનું પાલન બિલકુલ નહોતું થતું, તેવા 13 એકમોને સ્થળ પર જ સીલ કરી દેવામાં આવ્યા છે.

7 એકમોને તાકીદ: અન્ય 7 એકમોમાં ક્લોરિન ડક તત્કાલ ફીટ કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આગામી દિવસોમાં ઝુંબેશ તેજ બનશે 
AMC એ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ વોટર જગ સપ્લાયર એકમો પર ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ સપ્લાયર ક્લોરિન વગરનું પાણી વેચતા પકડાશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.