Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Airport police raid and arrest accused with 72 lakhs of banned Gogo paper

Ahmedabad news: એરપોર્ટ પોલીસે દરોડા પાડી પ્રતિબંધ મૂકેલા ગોગો પેપરના 72 લાખ જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી

Timeછેલ્લું અપડેટ : 17 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: એરપોર્ટ પોલીસે દરોડા પાડી પ્રતિબંધ મૂકેલા ગોગો પેપરના 72 લાખ જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી
સોર્સ : GSTV

Ahmedabad news: નશાના સેવન માટે વપરાતા પેપર સ્મોકિંગ કોન (એટલે કે, ગોગો પેપર) સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક હોવાથી સરકાર દ્વારા તેને પ્રતિબંધિત વસ્તુ જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ પોલીસે લાલ આંખ કરી અને પાનગલ્લા તેમજ કિરાણા સ્ટોર્સ પર કડક તપાસ શરૂ કરી છે. ગેરકાયદે રીતે આ પેપરનું વેચાણ કરનારા તત્ત્વો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એવામાં અમદાવાદ એરપોર્ટ પોલીસે ગોગો પેપરના મોટા જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી છે. 

App Store

બાતમીના આધારે કરાઇ ધરપકડ
એરપોર્ટ પોલીસની ટીમને બાતમી મળી હતી કે, હાંસોલ વિસ્તારમાં આવેલા સમરથ નગરના મકાન નંબર 183 અને 385માં ગોડાઉન બનાવી મોટા પાયે પ્રતિબંધિત માલનો સંગ્રહ કરવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતા ત્યાંથી 300થી વધુ કાર્ટન ગોગો પેપરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે અંદાજે 72 લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ ગુનામાં સંડોવાયેલા આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાનીની ધરપકડ કરી છે.

જાહેરનામા ભંગનો ગુનો નોંધી હાથ ધરી તપાસ
આરોપી આ માલ મહારાષ્ટ્રથી મંગાવતો હતો અને સ્ટેચપ્રો કંપનીના આ પેપર અમદાવાદ તેમજ આસપાસના જિલ્લાઓમાં સપ્લાય કરતો હતો. છૂટક વેપારીઓ અને પાનગલ્લા ધારકો સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરી સીધો જ માલ પહોંચાવામાં આવતો હતો. અગાઉ આ પેપર વેચવા પર પ્રતિબંધ ન હતો, પરંતુ સરકારના નવા જાહેરનામા મુજબ હવે તે ગુનો બને છે. આથી પોલીસે જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી આરોપીની કસ્ટડી મેળવી છે.