Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad POCSO Court: Accused gets 20 years in jail in minor rape case

VIDEO: અમદાવાદ પોક્સો કોર્ટ: સગીરા પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની જેલ

Timeછેલ્લું અપડેટ : 01 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદની પોક્સો સ્પેશિયલ કોર્ટે સગીરા પર દુષ્કર્મના ગંભીર ગુનામાં ૧૯ વર્ષીય આરોપી વિજેશ કટારાને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. વર્ષ ૨૦૨૩માં ઇસનપુર પોલીસ મથકે ફરીયાદ નોંધવામાં આવી હતી... હાઇવેના એક ઢાબા પર ઓળખાણ થયા બાદ આરોપી ૧૫ વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી મધ્યપ્રદેશ ભગાડી ગયો હતો..સમાજના સમાધાન બાદ પરત લાવવામાં આવેલી સગીરા ફરી આરોપી સાથે ભાગી ગઈ હતી, જ્યાં આરોપીએ તેને ૧૮ દિવસ સુધી પત્ની તરીકે રાખી હતી. આ કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલોની ધારદાર દલીલો, ૯ સાક્ષીઓ અને ૨૩ દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખીને જજ એ.બી. ભટ્ટે આરોપીને ૨૦ વર્ષની જેલની સજા સંભળાવી છે.

App Store