Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: SOG raids houses of accused involved in illegal sun turtle and parrot trade

Ahmedabad news: ગેરકાયદેસર સૂરજ કાચબો, સુડા પોપટના વેપારમાં સંકળાયેલા આરોપીઓના ઘરે SOGના દરોડા

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: ગેરકાયદેસર સૂરજ કાચબો, સુડા પોપટના વેપારમાં સંકળાયેલા આરોપીઓના ઘરે SOGના દરોડા
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદ ગ્રામ્ય એસ.ઓ.જી અને અમદાવાદ સામાજિક વનીકરણ વિભાગ, અમદાવાદના સ્ટાફ ધ્વારા મળેલ માહિતીના આધારે સમગ્ર રેકેટનો પર્દાફાર્શ કરવા માટે ડૉ. જયપાલ સિંધ ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના સહકારથી સુશ્રી વિધી ચૌધરી, IPS, ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ, અમદાવાદ રેન્જ તથા ડૉ. કે. રમેશ (IFS), ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ, અમદાવાદ દ્વારા માર્ગદર્શન અને દિશાનિર્દેશ આપવામાં આવ્યુ હતું. જેના આધારે વરિષ્ઠ અધિકારીઓના માર્ગદર્શન મુજબ શ્રી ઓમપ્રકાશ જાટ, IPS, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ, અમદાવાદ ગ્રામ્ય : ડૉ. મિનલ જાની (GFS), ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટસ; તથા શ્રી એચ.એન. ચાવડા, ACF-અમદાવાદ દ્વારા સમગ્ર ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

App Store

 બાતમીના આધારે  અમદાવાદ શહેરના દિલ્લી ચકલા વિસ્તારમાં પોલીસની 2 ટીમ બનાવી અલગ-અલગ સ્થળ પર પહોંચેલ. ટીમ-1 દ્વારા કીડી પાડાની પોળ, શાહપુર સ્થળ પર પહોંચી તપાસ કરતા ઘરમાંથી Indian star tortoise- 34 નંગ જે વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, 1972 હેઠળ શિડ્યુલ-1માં આવેલ છે પાંજરામાં બંધક હાલતમાં મળી આવેલ. તેમજ ટીમ-2 ધ્વારા બાતમીના આધારે ગુંડી ચોક, શાહપુર સ્થળ ઉપર પહોંચીને તપાસ કરતા ઘરમાંથી સુડા પોપટ (રોઝ રિંગ પેરાકીટ) -101 નંગ પાંજરામાં બંધક હાલતમાં મળી આવેલ. જે વન્યજીવ (સુરક્ષા) અધિનિયમ, 1972 હેઠળ શિડયુલ-2માં આવેલ છે. વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-1972 હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં આ કેસની આગળની તપાસ ચાલુ છે. રેડ દરમિયાન મળેલા મુદ્દામાલ કબજે લઈ દસ્ક્રોઈ રેંજમાં આવેલ વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર, બોડકદેવ ખાતે પહોંચાડવામાં આવેલ છે તેવું નાયક વનરક્ષક સામાજિક વનીકરણ વિભાગ અમદાવાદની અખબાર યાદીમાં જણાવાયું છે.