Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : Manufacturing to account for one-fifth of India's GDP by 2030: Equirus report

2030 સુધીમાં ભારતના GDPમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો પાંચમા ભાગનો હશે: ઈક્વિરસનો અહેવાલ

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
2030 સુધીમાં ભારતના GDPમાં મેન્યુફેક્ચરિંગનો હિસ્સો પાંચમા ભાગનો હશે: ઈક્વિરસનો અહેવાલ
સોર્સ : GSTV

GDP:  ભારતના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ અને ફાઈનાન્સિયલ સર્વિસિસના પાવરહાઉસમાંના એક, ઈક્વિરસ કેપિટલના નવા ઈન્ડસ્ટ્રીયલ આઉટલૂક રિપોર્ટ અનુસાર, ભારતનું મેન્યુફેક્ચરીંગ ક્ષેત્ર મોટા પરિવર્તન માટે તૈયાર છે, જેમાં 2030 સુધીમાં જીડીપીમાં તેનો હિસ્સો લગભગ બમણો થવાનો અંદાજ છે. આ અહેવાલમાં કોવિડ પછી ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે સાવચેતીથી આગળ વધીને મજબૂતીથી રોકાણ-આગેવાની હેઠળની ઔદ્યોગિક વૃદ્ધિ તરફના પરિવર્તનને પ્રકાશિત કરવામાં આવ્યું છે જે તાજેતરના દાયકાઓમાં સૌથી મજબૂત ઔદ્યોગિક સુધારામાંનું એક છે.

App Store

2030 સુધીમાં મેન્યુફેક્ચરીંગ લગભગ બમણું થશે
ઈક્વિરસ કેપિટલનો અંદાજ છે કે, ભારતના જીડીપીમાં મેન્યુફેક્ચરિંગનો ફાળો નાણાકીય વર્ષ 2025માં જીડીપીના 13 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2030માં ઘણા ઊંચા બેઝના 20 ટકા થશે, જે વધતી માગ, નીતિગત સુધારા અને સામાન્ય વૈશ્વિક પુરવઠા શૃંખલાઓ દ્વારા પ્રેરિત થશે.
 

2030માં મેન્યુફેક્ચરીંગ ભારતીય જીડીપીના પાંચમા ભાગનું યોગદાન આપશે, જેનું મુખ્ય કારણ વૈશ્વિક પુરવઠા શૃંખલાઓમાં ભારતનું વધુ સારું સંકલન, નીતિગત સમર્થન અને ચીનથી દૂર થઈને વૈવિધ્યીકરણ કરવાનું લાંબા ગાળાનું વલણ છે. "આ ક્ષેત્રે સતત વિસ્તરણ માટે મજબૂત પાયો નાખ્યો છે અને ટેરિફ અને નોન-ટેરિફ અવરોધોમાં વધારા તરફ દોરી જતી ભૂ-રાજકીય ગૂંચવણોને બાદ કરતાં, ભારતીય કોર્પોરેટ્સ આગામી પાંચ વર્ષમાં અત્યંત ઊંચી વૃદ્ધિ જોશે. પીએલઆઈ, ગતિ શક્તિ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ યોજનાઓ જેવા સુધારાઓએ મેન્યુફેક્ચરીંગને મુખ્ય વૃદ્ધિ સ્તંભ તરીકે સ્થાન આપ્યું છે - આગામી વર્ષોમાં સતત મૂડીખર્ચનું ચક્ર અને ઊંડા માળખાકીય લાભો માટે પાયો નાખ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર રોજગારને ટેકો આપવા માટે આવા સુધારાઓ પર બમણો ભાર મૂકશે," એમ ઈક્વિરસ કેપિટલના મેનેજિંગ ડિરેક્ટર અને સેક્ટર લીડ ઇન્ડસ્ટ્રિયલ્સ મુનિષ અગ્રવાલે જણાવ્યું હતું.

મૂડી બજારો મજબૂત ઔદ્યોગિક આશાવાદ પ્રતિબિંબિત કરે છે:-
આ આશાવાદ બજારના પ્રદર્શનમાં પ્રતિબિંબિત થાય છે: જુલાઈ 2022થી બીએસઈ ઇન્ડસ્ટ્રિયલ્સ ઇન્ડેક્ષે સેન્સેક્ષ અને અન્ય ક્ષેત્રીય સૂચકાંકો (એફએમસીજી, હેલ્થકેર, આઈટી, ફાઈનાન્સિયલ સર્વિસીસ) કરતાં વધુ સારો દેખાવ કર્યો છે  
 

ઔદ્યોગિક ક્ષેત્રના ભંડોળ એકત્રીકરણમાં પણ નાટ્યાત્મક પુનરુત્થાન જોવા મળ્યું:-

"નાણાકીય વર્ષ 2025માં ઔદ્યોગિક કંપનીઓના આઈપીઓ ના સંદર્ભમાં પાંચ વર્ષની ઊંચી સપાટી જોવા મળી, જેમાં 32 લિસ્ટિંગ જોવા મળ્યા, જે કોવિડ પહેલાના યુગ કરતાં પણ નોંધપાત્ર વધારો હતો. એકત્ર કરાયેલી રકમની દ્રષ્ટિએ પણ નાણાકીય વર્ષ 25 સૌથી મજબૂત વર્ષ હતું જેમાં ઔદ્યોગિક આઈપીઓ દ્વારા રૂ. 663.2 અબજ એકત્ર કરવામાં આવ્યા હતા, જ્યારે નાણાકીય વર્ષ 24 માં 170 અબજ એકત્ર કરવામાં આવ્યા હતા," એમ અગ્રવાલે જણાવ્યું હતું.


નાણાકીય વર્ષ 26 (આજની તારીખ સુધી)માં ગતિ મજબૂત રહી છે, આઈપીઓ વોલ્યુમમાં ઉદ્યોગોનો હિસ્સો ગયા વર્ષના ~30% થી વધીને ~40% થયો છે. એમએન્ડએ અને પીઈ રોકાણો પણ પાંચ વર્ષની ઊંચી સપાટી રૂ. 1,432.8 અબજ પર પહોંચી ગયા છે, જે 2020માં રૂ. 508.2 અબજ અને 2024માં રૂ. 807.3 અબજ હતા.


"અમે અપેક્ષા રાખીએ છીએ કે એમએન્ડએની આગેવાની હેઠળના એકીકરણનો વ્યાપક વિષય ઈવી, ઇલેક્ટ્રોનિક્સ અને સિમેન્ટ ક્ષેત્રોમાં વૃદ્ધિના આગામી તબક્કાને આકાર આપશે, જ્યારે પીઈનું ધ્યાન નાણાકીય વર્ષ 30 સુધી પેકેજિંગ, એરોસ્પેસ અને સંરક્ષણમાં મજબૂત રહેવાની સંભાવના છે." અગ્રવાલે ઉમેર્યું કે, "ઔદ્યોગિક ક્ષેત્રના આ પેટા-સેગમેન્ટ્સમાં મૂડી બજાર સંબંધિત પ્રવૃત્તિ મજબૂત રહેવાની અપેક્ષા છે."

ત્રણ ઔદ્યોગિક થીમ્સ પર નજર રાખવી:-
અહેવાલમાં 2030 સુધી મહત્તમ સોદાની સંભાવના માટે તૈયાર એવા ત્રણ ઔદ્યોગિક પેટા-ક્ષેત્રોની ઓળખ કરવામાં આવી છે:
એરોસ્પેસ અને સંરક્ષણ - સૌથી ઝડપથી વિકસતી પીઈ/વીસી થીમ (~100% સીએજીઆર).
રિન્યુએબલ્સ, ઇલેક્ટ્રિક વાહનો અને બેટરી :– 
પીએમ ઈ-ડ્રાઈવ, પીએલઆઈ અને ક્લિન-ટેકની માગને આધારે  સંચાલિત મૂડીને આકર્ષતું ક્ષેત્ર.
ઓટોમેશન, રોબોટિક્સ અને એઆઈ ઈન્ટિગ્રેશન: – 
નાના પાયે થતાં મેન્યુફેક્ચરીંગ સેટ-અપ્સમાં રોબોટિક્સને અપનાવવાના વધી રહેલા પ્રમામ સાથે ઉદ્યોગના તમામ ક્ષેત્રે ડીપ-ટેક અને મશિન લર્નિંગ્સનું ઈન્ટિગ્રેશન જોવા મળશે.
“ભારતના ઔદ્યોગિક પ્રવેગની આગામી લહેર નવા યુગના મેન્યુફેક્ચરીંગ ક્ષેત્રો દ્વારા સંચાલિત થશે, જે 2030 સુધીમાં 7.3 લાખ કરોડ ડોલરની અર્થવ્યવસ્થા હાંસલ કરવાની રાષ્ટ્રની મહત્વાકાંક્ષાને ટેકો આપશે,” એમ અગ્રવાલે જણાવ્યું હતું.