Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Retired in-charge Chief Fire Officer digitally arrested in money laundering case, Rs 21 lakh seized

Ahmedabad news: રિટાયર્ડ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને મની લોન્ડરિંગ કેસનું કહીં ડિજીટલ એરેસ્ટ કરી 21 લાખ પડાવ્યા

Timeછેલ્લું અપડેટ : 24 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: રિટાયર્ડ ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને મની લોન્ડરિંગ કેસનું કહીં ડિજીટલ એરેસ્ટ કરી 21 લાખ પડાવ્યા
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદ ફાયર બ્રિગેડના નિવૃત ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને ફોન કરીને તેમના પર મની લોન્ડરિંગનો કેસ થયાનું કહીને અલગ અલગ એજન્સીના નામે ધમકી આપીને તપાસનું કહી ડિજીટલ એરેસ્ટ કરીને  21 લાખ રૂપિયા પડાવવામાં આવ્યાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે.

App Store

મણિનગર હરિહર સોસાયટીમાં આવેલા વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા 78 વર્ષીય બળદેવભાઇ પટેલ અમદાવાદ ફાયર બ્રિગેડમાં ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને હાલ નિવૃત્ત જીવન પસાર કરે છે. તેમને થોડા મહિના પહેલા અજાણ્યા નંબરથી વોટ્સએપ પર વીડિયો કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતાની ઓળખ પોતાની ઓળખ મુંબઇ ક્રાઇમબ્રાંચના પીઆઇની આપી હતી અને જણાવ્યું હતુ કે સ્પાઈસ જેટના માલિકના ઘરેથી દરોડામાં તમારા આધાર કાર્ડ મળી આવ્યા છે અને મની લોન્ડરિંગનો કેસ થયો છે. જેથી તમને 90 દિવસ સુધી એરેસ્ટ રાખવાના છે.

ત્યારબાદ ઈડીનો બનાવટી લેટર મોકલીને બે કરોડના મની લોન્ડરિંગની વાત કરીને ડિજીટલ એરેસ્ટ કરીને મિલકતની વિગતો મેળવીને ચકાસણી માટે તમામ નાણાં મોકલી આપવાનું કહ્યું હતું. જેથી ડરી ગયેલા બળદેવભાઇએ કુલ 20.90 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. પરંતુ, નાણાં ટ્રાન્સફરનો મેસેજ બળદેવભાઇના પુત્રના મોબાઇલમાં આવતા પુત્રએ તેમને છેતરપિંડી થયાની જાણ કરી હતી. આ અંગે સાયબર ક્રાઈમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.