Ahmedabad news: જમીન કૌભાંડમાં અમદાવાદના પૂર્વ કોર્પોરેટર તસ્લીમ આલમની ધરપકડ, કોંગ્રેસને મોટો ઝટકો

સોર્સ : GSTV
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે અમદાવાદમાં કોંગ્રેસ પક્ષને મોટો રાજકીય ફટકો પડ્યો છે. બહેરામપુરા વોર્ડના પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસના કદાવર નેતા તસ્લીમ આલમ તિરમિઝીની જમીન વિવાદના એક ગંભીર કેસમાં ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે શહેરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે.
શું છે સમગ્ર મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર, તસ્લીમ આલમ તિરમિઝી સામે ખેડા જિલ્લાના કપડવંજમાં જમીન સંબંધી ગેરરીતિ આચરવાનો આરોપ છે. તેમના પર આરોપ છે કે તેમણે જમીન પચાવી પાડવા અથવા હડપ કરવાના હેતુથી એક ખોટા ખેડૂતનું પેઢીનામું તૈયાર કરાવ્યું હતું. આ છેતરપિંડીના આધારે તેમની સામે કાયદેસરની ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે.

