Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Cybercrime raids in Naranpura

Ahmedabad news: સાયબર ક્રાઈમે નારાણપુરામાં પાડ્યા દરોડા, ફ્લેટમાંથી લાખોનો હાઈબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 05 Dec 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: સાયબર ક્રાઈમે નારાણપુરામાં પાડ્યા દરોડા, ફ્લેટમાંથી લાખોનો હાઈબ્રિડ ગાંજા સાથે એકની ધરપકડ
સોર્સ : GSTV

અમદાવાદ સાયબર ક્રાઈમના અધિકારીઓને બાતમી મળી હતી કે સોશિયલ મીડિયા એપ્લિકેશનની મદદથી હાઈબ્રીડ ગાંજાનો વેપાર કરવામાં આવે છે. જેના આધારે ટેકનીકલ એનાલીસીસ કરીને નારાણપુરામાંથી એક યુવાનને રૂપિયા 15 લાખની કિંમતના હાઈબ્રીડ ગાંજા સાથે ઝડપી લીધો હતો. યુવક સ્નેપચેટ એપ્લિકેશનની મદદથી ડ્રગ્સ મંગાવીને ગ્રાહકોને આપતો હતો. 

App Store

 શ્રદ્ધાદીપ કોમ્પલેક્સના એક ફ્લેટમાં પાડ્યા દરોડા

સાયબરક્રાઈમના ટેકનીકલ સેલ દ્વારા વિવિધ સોશિયલ મીડિયાની સાઈટ પર નજર રાખવામાં આવી રહી હતી. જેમાં સ્નેપચેટ નામની ેપ્લિકેશેનની મદદખી કેટલાંક ડ્રગ્સ પેડલર ગાંજો તેમજ અન્ય ડ્રગ્સની સપ્લાય કરતા હોવાની વિગતો મળી હતી. જેના આધારે નારણપુરાના શાસ્ત્રિનગરબ્રીજ પાસે શ્રદ્ધાદીપ કોમ્પલેક્સના એક ફ્લેટમાં દરોડા પાડ્યા હતા.

 રાજદીપસિંહ ગોહિલ નામના યુવક પાસેથી રૂપિયા 15 લાખની કિંમતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો

સાયબર ક્રાઈમના આધિકારીઓએ રાજદીપસિંહ ગોહિલ નામના યુવક પાસેથી રૂપિયા 15 લાખની કિંમતનો હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો હતો. આ ગાંજો સ્નેપચેટ પર એક આઈડી ધરાવતા સપ્લાયર્સની મદદથી મંગાવાવમાં આવતો હતો, અને ડ્રગ્સના નાણાં આંગડિયા પેઢીમાં જમા કરાવતા હતા.