Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad news: Announcement to restart the CETP plant in Behrampura

Ahmedabad news: બહેરામપુરાના CETP પ્લાન્ટને ફરી શરુ કરવાની જાહેરાત,સાબરમતી ફરી પ્રદૂષિત થશે

Timeછેલ્લું અપડેટ : 06 Aug 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: બહેરામપુરાના CETP પ્લાન્ટને ફરી શરુ કરવાની જાહેરાત,સાબરમતી ફરી પ્રદૂષિત થશે
સોર્સ : gstv

અમદાવાદ શહેરની સાબરમતી નદી ફરીથી દુષિત થશે?  બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૩૦ લાખ લિટર પરડે ક્ષમતા ધરાવતા કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટને શરુ કરવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. આ પ્લાન્ટ દોઢ વર્ષથી બંધ છે.દરમિયાન ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી તેમના સભ્યોને ૧ ઓગસ્ટ-૨૦૨૫થી સી.ઈ.ટી.પી.પ્લાન્ટ શરુ કરાયો હોવાની જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત એસોશિએશનના તમામ સભ્યોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી એફલ્યુઅન્ટ વાલ્વ ખોલવા સુચના આપવામા આવી છે. એસોશિએશનના પ્રમુખના કહેવા મુજબગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી અમને મંજુરી અપાયા પછી તમામ સભ્યોને લેખિત જાણ કરાઈ છે.જયારે કોર્પોરેશન તરફથી પ્લાન્ટ શરુ કરવા મંજુરી અપાઈ નહીં હોવાનુ કહેવાયુ છે.આ પરિસ્થિતિમાં સાબરમતી નદી ફરી પ્રદુષિત થશે તો જવાબદારી કોની.જી.પી.સી.બી.ની કે કોર્પોરેશનની?

App Store

રુપિયા ૧૧૨ કરોડના ખર્ચથી કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વર્ષ-૨૦૨૨માં શરુ કરાયો હતો.અમદાવાદના બહેરામપુરા,દાણીલીમડા વોર્ડ ઉપરાંત સિકંદર માર્કેટ, સુએઝ ફાર્મ સહીતના અન્ય વિસ્તારોમાં ધમધમતા ૭૨૪ જેટલા હેન્ડ સ્ક્રીન એકમો દ્વારા ટ્રીટ કર્યા વગર  સાબરમતી નદીમાં છોડવામા આવતા પ્રદૂષિત પાણીની સમસ્યાનો અંત લાવવા બહેરામપુરા વોર્ડમાં ૩૦ લાખ લિટર પરડે ક્ષમતા ધરાવતો કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટ વર્ષ-૨૦૨૨માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યા પછી શરુ કરાયો હતો. આ પ્લાન્ટ શરુ કરાયા પછી છ મહીનામા જ વિવિધ એકમો દ્વારા વધુ પ્રમાણમાં તેમનુ એફલ્યુઅન્ટ છોડતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાલ આંખ કરાતા  પ્લાન્ટને બંધ કરવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કલોઝર નોટિસ આપવામા ૭૦૦થી વધુ એકમને તાળા વાગી ગયા હતા.દરમિયાન ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશનના પ્રમુખ યાસીન જાવરાવાલાની સહી સાથેનો એક પત્ર સોશિયલ મિડીયામા વાઈરલ થયો છે. આ પત્રમાં સભ્યો ઉપરાંત બાકીના મેમ્બરોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી દેવા વિનંતી કરાઈ છે.જેથી ફેઝમાં ચાલુ કરવામા સમય ના બગડે.સભ્યોને તેમની બાકી રહેતી રકમ એસોસીએશનમાં  જમા કરાવીને સર્ટિફિકેટ લેવા તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં એન.ઓ.સી.લેવાની કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યુ છે.

જી.પી.સી.બી.દ્વારા ટ્રાયલ રન માટે મંજુરી અપાઈ છે,દિલીપ બગરીયા

બહેરામપુરા ખાતે આવેલી સી.ઈ.ટી.પી.પ્લાન્ટને ફરી શરુ કરવા અંગે કોર્પોરેશનની પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાને પુછતા તેમણે સ્વીકાર્યુ હતુ કે,જી.પી.સી.બી.માં તપાસ કરતા તેમના ટ્રાયલ રન માટે મંજુરી અપાઈ છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર રીસોર્સ વિભાગના અધિકારી વિજય પટેલને સી.ઈ.ટી.પી.પ્લાન્ટ શરૃ કરવા અંગે પુછતા તેમણે કહયુ, મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પ્લાન્ટ શરુ કરવા કોઈ સત્તાવાર મંજુરી અપાઈ નથી.તેવુ બપોરે કહયા પછી સાંજે ફેરવી તોળી કહયુ,જી.પી.સી.બી.એ ટ્રાયલ રન માટે મંજુરી આપી છે.

એસોશિએસન તરફથી ૧૧ કરોડ જમા કરાવાયા છે,યાસીન જાવરાવાલા

ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ યાસીન જાવરાવાલાએ એક વાતચીતમા કહયુ, એસોશિએસન તરફથી કોર્પોરેશનમાં રુપિયા ૧૧ કરોડ જમા કરાવાયા છે.