Ahmedabad news: AMCએ જાહેર રસ્તા પરના હોર્ડિંગ્સ કર્યા દૂર, જાણો શું છે કારણ

સોર્સ : gstv
રાજ્યના અમદાવાદની AMCએ સખ્ત કાર્યવાહી કરી છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા બાકી લાઈસન્સ ફી ધરાવતા તથા લાઈસન્સની શરતોનો ભંગ કરીને લગાવવામાં આવેલા જાહેરાતના હોર્ડિંગ્સ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
હોર્ડિંગ્સ કોર્ટના આદેશ અનુસાર દૂર કરવામાં આવ્યા
ખાનગી માલિકીના હોર્ડિંગ્સ, જેમાં જોડિયા ડિસ્પ્લે કરીને નિયમોનું ઉલ્લંઘન કરાયું હતું, તેવા હોર્ડિંગ્સ કોર્ટના આદેશ અનુસાર દૂર કરવામાં આવ્યા છે. AMCની ટીમોએ વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરી હોર્ડિંગ્સ ઉતારી લીધા હતા.
શહેરની સલામતી અને નિયમિત વ્યવસ્થા માટે આ કાર્યવાહી
મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે બાકી ફી ચૂકવ્યા વગર અને નિયમોનું પાલન ન કરનારા હોર્ડિંગ્સ સામે આગળ પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. શહેરની સલામતી અને નિયમિત વ્યવસ્થા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.

