VIDEO: અમદાવાદના અખબારનગર પાસે બેફામ કાર ચાલકે ટુવ્હીલર ચાલકને ટક્કર મારી
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી સતત અકસ્માતની દુર્ઘટનાઓના અહેવાલ સામે આવતા રહેતા હોય છે. ત્યારે આવી જ બે ઘટનાો રાજ્યના અમદાવાદ અને રાજકોટમાં સર્જાઈ હતી. જો અમદાવાદની વાત કરીએ તો કાર ચાલકે અખબારનગર પાસે અકસ્માત સર્જની બાઈક ચાલકને ટક્કર મારી હતી. તો રાજકોટમાં નશાની હાલતમાં હતો એવું સામે આવ્યું છે.
કારચાલકે ટુવ્હીલર ચાલકને ટક્કર મારી
અમદાવાદમાં એક કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. અખબારનગર અંડરપાસ પાસેની આ ઘટના છે. કારચાલકે ટુવ્હીલર ચાલકને અડફેટે લેતા તે અંડરપાસના દરવાજા સાથે અથડાયો હતો. સદનસીબે તેને સામાન્ય ઈજા થઈ હતી.
દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું
દુર્ઘટના બાદ ઘટનાસ્થળ પર લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, અને કારચાલકની અટકાયત કરી હતી. જોકે કારચાલક નશામાં હતો કે નહીં તે દીશામાં પોલીસ તપાસ કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી શહેરમાં હિટ એન્ડ રનની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજકોટમાં નશાખોર કારચાલકે 9 વાહનોને લીધા અડફેટે
રાજકોટ શહેરમાં પણ નશાની હાલતમાં કાર ચલાવવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે શહેરના બિગ બજાર નજીક નશાખોર કારચાલકે આતંક મચાવ્યો હતો. નશાખોરે કારથી એક બાદ એક 9 જેટલા વાહન ચાલકોને અડફેટે લીધા હતા. જેમાં એક્ટિવા ચાલક માતા-પુત્રીને ઈજા પહોંચી હતી. બંનેને 108 મારફતે ખાનગી હોસ્પીટલમાં ખસેડાયા હતા. ઘટનાસ્થળે પોલીસની પીસીઆર પહોંચી હતી અને કારચાલકની ધરપકડ કરી હતી. રોષે ભરાયેલા લોકોએ નશાખોરની કાર પર પથ્થરમારો કર્યો હતો.

