Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad News: A massive fire broke out in a company in Moraiya, Sanand, plumes of smoke were seen from far and wide.

Ahmedabad News: સાણંદના મોરૈયામાં એક કંપનીમાં લાગી વિકરાળ આગ, દૂર-દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા

Timeછેલ્લું અપડેટ : 09 May 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad News: સાણંદના મોરૈયામાં એક કંપનીમાં લાગી વિકરાળ આગ, દૂર-દૂર સુધી જોવા મળ્યા ધુમાડાના ગોટેગોટા
સોર્સ : gstv

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવને પગલે અમદાવાદ, સાણંદ, બાવળા, ધોળકાથી ફાયરની પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. 

App Store

સાણંદના મોરૈયામાં ટુ-વ્હીલર પાર્ટ્સની કંપનીમાં વિકરાળ આગ

મળતી માહિતી મુજબ, સાણંદ તાલુકાના મોરૈયા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં આજે (9 મે) ભીષણ આગનો બનાવ બન્યો હતો. જેમાં ટુ-વ્હીલરના મજગાર્ડ બનાવતા ગોડાઉનમાં આગ ભભૂકી હતી. આગ લાગતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. 

સમગ્ર મામલે આગ ફાયર વિભાગને જાણ કરતાં પાંચ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. આગ લાગતા સ્થાનિક પોલીસ પણ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. આગ એટલી બધી વિકરાળ હોવાથી બાજુની કંપનીઓ પણ આગની લપેટમાં આવી હોવાનું સામે આવ્યું છે.