VIDEO : અમદાવાદ ગેસ ગોડાઉનમાં આગ લાગતા ચાર વાહનો ખાખ
સોર્સ : Gstv
અમદાવાદના ગીતા મંદિર પાસે રહેલા આરોગ્ય ભવન સામે આવેલી ગેસ સિલિન્ડરના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ચાર વાહનો બળીને ખાખ થઈ ગયા છે. વિસ્તાર અત્યંત ગીચ અને સાંકડો હોવાથી અગ્નિશમન વિભાગની ચારથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો છંટકાવ કરીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. મોટી સંખ્યામાં ગેસ સિલિન્ડરોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. જો વધુ સિલિન્ડર બ્લાસ્ટ થયા હોત તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકી હોત. હાલમાં તંત્ર દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા ગેસ સિલિન્ડર માંથી નાના સિલિન્ડરમાં ગેસ ભરતી વખતે ઘટના બની હોવાનું મનાય છે

