Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: Even before the inauguration of the new police station, the long queues of 'administrators', the movement of traffic personnel replaced the discussion

અમદાવાદ: નવા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા જ 'વહીવટદારો'ની લાંબી લાઈનો, ટ્રાફિકના કર્મીની ગતિવિધિ ચર્ચાના સ્થાને

Timeછેલ્લું અપડેટ : 11 Oct 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ: નવા પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પહેલા જ 'વહીવટદારો'ની લાંબી લાઈનો, ટ્રાફિકના કર્મીની ગતિવિધિ ચર્ચાના સ્થાને
સોર્સ : gstv
શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે ટૂંક સમયમાં જ ગણતરીના દિવસોમાં એક નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે.પરંતુ, નવા પોલીસ સ્ટેશનના લોકાર્પણ પહેલા જ પોલીસ બેડામાં વહીવટદારોની સક્રિયતા અને લોબિંગને લઈને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે.રિંગ રોડ અને જીઆઈડીસી વિસ્તારની આસપાસ બની રહેલા આ નવા પોલીસ સ્ટેશનમાં મલાઈદાર 'વહીવટ' મેળવવા માટે વહીવટદારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
App Store
 

પી.આઈ.ની વરણી સાથે જ લાઈનો લાગી

 
નવા પોલીસ સ્ટેશનમાં પી.આઈ. (પોલીસ ઇન્સ્પેક્ટર) ની નિયુક્તિ થતાની સાથે જ વહીવટદારોએ સાહેબને રીઝવવા માટે દોડધામ શરૂ કરી દીધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્ટેશનનો ચાર્જ સંભાળતાની સાથે જ વહીવટ પોતાના હાથમાં લેવા માટે ખાસ દલાલો અને વહીવટદારોની લાઈનો લાગી છે.
 

ટ્રાફિક શાખાના કર્મીની શંકાસ્પદ સક્રિયતા ચર્ચામાં

 
આ સમગ્ર ચર્ચા વચ્ચે ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા 'અનિ ના કેત' નામના એક પોલીસકર્મીની ભૂમિકા અત્યારે પોલીસ બેડામાં ટોક ઓફ ધ ટાઉન બની છે. આ પોલીસકર્મી ટ્રાફિક ડ્યુટી છોડીને નવા બની રહેલા પોલીસ સ્ટેશનમાં કાયમ પડ્યો પાથર્યો જોવા મળી રહ્યો છે અને ત્યાં ચાલી રહેલા કામકાજ પર ઝીણવટભરી નજર રાખી રહ્યો છે.પોલીસ બેડામાં એ પ્રકારની ચર્ચાઓ વહેતી થઈ છે કે, આ કર્મી ટ્રાફિકમાં પોતાની ફરજ બજાવવાને બદલે નવા પોલીસ સ્ટેશનમાં સાહેબની જી-હજૂરી કરવામાં વધુ રસ દાખવી રહ્યો છે. જો તે પોતાની ટ્રાફિકની ફરજ પર ધ્યાન આપે તો વધુ સારું રહે. અગાઉ પણ આ જ પોલીસકર્મી રિંગ રોડને અડીને આવેલા અને ભારે ડેવલપમેન્ટ ધરાવતા એક મહત્ત્વપૂર્ણ પોલીસ સ્ટેશનનો વહીવટી કારભાર સંભાળી ચૂક્યો છે, જેને કારણે તેની જૂની ફાવટો ફરી સક્રિય થઈ હોવાની ચર્ચા છે.
 

હવે નજર નવા પી.આઈ.ના નિર્ણય પર

 
ગણતરીના દિવસોમાં જ આ નવા પોલીસ સ્ટેશનનું સત્તાવાર ઉદ્ઘાટન થવાનું છે, ત્યારે પોલીસ બેડામાં એ જોવાનું રસપ્રદ રહેશે કે નવા પી.આઈ. સાહેબ કયા વહીવટદાર પર પસંદગીનો કળશ ઢોળે છે અથવા તો ચર્ચામાં આવેલા 'અનિ ના કેત'ને વહીવટ સોંપવામાં આવે છે કે નહીં. આ મામલો હાલ ઉચ્ચ અધિકારીઓ સુધી પણ ચર્ચાનો વિષય બન્યો 
ટોપિક્સ:GSTV NewsGujarati News