VIDEO: અમદાવાદ: સાબરમતીમાંથી ૧ માસના બાળકનું અપહરણ કરનાર ૩ ની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
સોર્સ : gstv
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળક તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે..તેમજએક યુવતી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે..પોલીસે સાબરમતી વિસ્તારમાંથી માસૂમ એક માસના બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગયેલી જિનલ અને પ્રવિણ યાદવ સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને માત્ર ૧૪ કલાકના ટૂંકા ગાળામાં બાળકને સલામત રીતે શોધી કાઢી તેના માતા-પિતાને સોંપ્યું હતું. પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ આરોપીઓ બાળકોનું અપહરણ કરીને નિઃસંતાન દંપતીઓને વેચવાનો કાળો કારોબાર ચલાવતા હતા.

