VIDEO: અમદાવાદ: સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટીના રૂ. ૫૧૯ કરોડના બોગસ ડોનેશન કૌભાંડમાં C.I.D.માં ફરિયાદ
સોર્સ : gstv
અમદાવાદમાં રૂપિયા ૫૧૯ કરોડના બોગસ રાજકીય ડોનેશન કૌભાંડ મામલે સીઆઈડી ક્રાઈમ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. આ કેસમાં આવકવેરા વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર મુક્તેંદ્ર શતીશ કુમારની ફરિયાદના આધારે સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી, તેના રાષ્ટ્રીય અધ્યક્ષ સુરેન્દ્ર તિવારી, ટેક્સ કન્સલ્ટન્ટ મેહુલકુમાર ખત્રી અને સીએ મયુરસિંહ રાઠોડ સામે ગુનો નોંધાયો છે. તપાસ દરમિયાન પાર્ટીના બેંક ખાતામાંથી કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. આરોપીઓ કરદાતાઓ પાસેથી રાજકીય દાન મેળવી અન્ય પેઢીઓમાં ટ્રાન્સફર કરતા અને કમિશન કાપી રોકડ પરત આપતા હતા. આ માટે બોગસ બિલો અને ચૂંટણી પંચ સમક્ષ ખોટો કન્ટ્રીબ્યુશન રિપોર્ટ રજૂ કરી સરકારી તિજોરીને રૂપિયા ૧૫૫ કરોડનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ છે.

