VIDEO: અમદાવાદ: વ્યાજખોરોના ત્રાસથી કંટાળી ઘાટલોડિયાના યુવકે કર્યો આપઘાતનો પ્રયાસ, સુસાઇડ નોટમાં કર્યા ગંભીર આક્ષેપ
સોર્સ : gstv
અમદાવાદ માં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા કૃતિક શાહ નામના યુવકે વ્યાજખોરોના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે. તેમને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે....પીડિત યુવકે સુસાઇડ નોટમાં મોન્ટુ બારોટ અને સંકેત વાજા સામે ગંભીર આક્ષેપો કર્યા છે. ૩૮ લાખ સામે ૫૭ લાખ ચૂકવવા છતાં વ્યાજખોરો દ્વારા ઘર અને ગાડી પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી. આ મામલે રામોલ પોલીસે જાણવાજોગ નોંધી વધુ તપાસ ઘાટલોડિયા પોલીસને સોંપી છે.

