VIDEO: અમદાવાદ: બિલ્ડિંગ સ્લેબ ધારાશાહી દુર્ઘટનાના ઈજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર
સોર્સ : gstv
ગાંધીનગરના કુડાસણમાં નવનિર્મિત બાંધકામ દુર્ઘટના મામલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા કુલ 12 ઈજાગ્રસ્તો પૈકી 4 દર્દીઓ હાલ ICUમાં સારવાર હેઠળ છે. તેમાંથી સ્પાઈન ઈન્જરી ધરાવતા એક દર્દીનું આવતીકાલે ઓપરેશન કરવામાં આવશે. જ્યારે ટ્રાન્ઝિટ વોર્ડમાં રહેલા બાકીના તમામ 8 ઈજાગ્રસ્તોની હાલત સુધારા પર હોવાથી તેમને સાંજ સુધીમાં રજા આપી દેવાશે. તમામ ઈજાગ્રસ્તોની સ્થિતિ હાલ ખતરાથી બહાર હોવાનું તબીબોએ જણાવ્યું છે.

