VIDEO: અમદાવાદ: એસઓજી ક્રાઈમ બ્રાંચે ૪.૮૦ લાખની કિંમતના મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો
સોર્સ : gstv
અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચે ઓઢવ એસપી રિંગ રોડ પરથી ૧૬૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનથી વેચાણ અર્થે લવાયેલા આ ડ્રગ્સ સાથે મૂળ થરાદના નેસડા ગામના રહેવાસી સચિન ઠાકોરને માધવ એસ્ટેટના ગેટ પાસેથી પકડી લેવાયો છે…પોલીસે ડ્રગ્સ અને અન્ય સામગ્રી સહિત કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.... આરોપી ડ્રગ્સ વેચે તે પહેલા જ એસઓજી ટીમે તેને દબોચી લીધો હતો. આ મામલે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આગળની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

