VIDEO: અમદાવાદ: અમિત ચાવડાની આગેવાનીમાં કાળા કપડાં પહેરી કોંગ્રેસનો મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ
સોર્સ : gstv
અમદાવાદમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની આગેવાનીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ કાળા કપડાં પહેરીને હાજર રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ ચૂંટણી પ્રક્રિયા વધુ પારદર્શક રીતે યોજાય તેવી ઉગ્ર માંગ કરી હતી. આ સાથે જ વોટચોરીની શંકાસ્પદ ભૂમિકાને લઈને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ દર્શાવી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા.

