Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad: Bhejabaj Wala aka Viraj Rabari Ramol caught by police cheating millions on the pretext of giving chiller

VIDEO: અમદાવાદ: ચિલ્લર આપવાના બહાને લાખોની ઠગાઈ કરતો ભેજાબાજ વાલા ઉર્ફે વિરાજ રબારી રામોલ પોલીસના હાથે ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 08 Oct 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ શહેરના રામોલ પોલીસે વસ્ત્રાલના તનમન ચાર રસ્તા પાસેથી હોટેલ, રેસ્ટોરન્ટ અને વેપારીઓને ટાર્ગેટ કરીને લાખોની છેતરપિંડી આચરનાર એક ભેજાબાજ ગઠિયાને ઝડપી પાડ્યો છે. મૂળ પાટણના શંખેશ્વરના આરોપી વાલા ઉર્ફે વિરાજ રબારીએ દેવું ચૂકવવા માટે આ ઠગાઈનો રસ્તો અપનાવ્યો હતો….આરોપી હોટેલમાં જમીને માલિકનો વિશ્વાસ કેળવ્યા બાદ ૫ અને ૧૦ રૂપિયાના સિક્કા આપવાની લાલચ આપીને 15 હજારથી 1 લાખ સુધીની રોકડ રકમ મેળવતો અને પછી સોસાયટી પાસે ચિલ્લર આપવાનું કહીને રફૂચક્કર થઈ જતો હતો. પોલીસ પૂછપરછમાં તેણે ૭થી વધુ વેપારીઓ પાસેથી 4 લાખ 60 હજારથી વધુની રકમ પડાવી લીધાની કબૂલાત કરી છે. છેલ્લા બે વર્ષથી સક્રિય આ ઠગે અન્ય કોઈને શિકાર બનાવ્યા છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store