VIDEO: અમદાવાદ: ગરીબ કલ્યાણ પાર્ટીનું ₹206 કરોડનું બોગસ ડોનેશન કૌભાંડ, 9 સામે ફરિયાદ
સોર્સ : gstv
અમદાવાદમાં 'ગરીબ કલ્યાણ પાર્ટી'ના નામે આચરવામાં આવેલા 206 કરોડથી વધુના બોગસ ડોનેશન કૌભાંડ અંગે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા CID ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ કૌભાંડથી સરકારી તિજોરીને 62 કરોડથી વધુનું નુકસાન થયું છે. આ પાર્ટીનો મુખ્ય હેતુ ચૂંટણી લડવાનો નહીં, પણ બોગસ એન્ટ્રીઓ થકી કમિશન કમાવાનો હતો. આરોપીઓ કરદાતાઓ પાસેથી ચેક કે RTGS મારફતે ફંડ મેળવી બોગસ રસીદો આપતા, જેના આધારે કરદાતાઓ કલમ 80GGC હેઠળ ખોટો ટેક્સ લાભ લેતા હતા. આ નાણાં શેલ કંપનીઓમાં ટ્રાન્સફર કરી, રોકડ ઉપાડીને 5થી સાત ટકા કમિશન કાપી બાકીની રકમ પરત અપાતી હતી. મામલે પાર્ટી હોદ્દેદારો, શેલ કંપની ધારકો અને બે સીએ સહિત 9 સામે ગુનો નોંધાયો છે.

