VIDEO: અમદાવાદ / SG હાઈવે પર ડમ્પરનો બેફામ આતંક
સોર્સ : gstv
અમદાવાદમાં એસજી હાઈવે પર ડમ્પર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અફરાતફરી મચાવી હતી. અકસ્માત બાદ ચાલકે ડમ્પરને રોકવાના બદલે વધુ ઝડપે દોડાવ્યું હતું. રસ્તા પર હાજર પોલીસકર્મીઓએ પણ તેને રોકવાનો પ્રયાસ કર્યો છતાં તે અટક્યો નહોતો, જેના કારણે અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મુકાયા હતા. ઘટનાથી હાઈવે પર ભારે ટ્રાફિક જામ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક કાર્યવાહી કરતા SG1 ટ્રાફિક પોલીસે ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો. બેફામ ચાલતા ભારે વાહનો પર કડક નિયંત્રણ ક્યારે લવાશે તેવો સવાલ પણ ઉઠી રહ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

