Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Ahmedabad Congress releases list of candidates for 33 wards late night

VIDEO / Ahmedabad: કોંગ્રેસે મોડી રાત્રે 33 વોર્ડના ઉમેદવારોની યાદી જાહેર કરી, હજુ 15 વોર્ડ માટે મથામણ, વાંચો આખું લિસ્ટ

Timeછેલ્લું અપડેટ : 11 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણી માટે કોંગ્રેસે લાંબી રાહ જોવડાવ્યા બાદ મોડી રાત્રે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જોકે, હજુ પણ પેચ ફસાયેલો હોય તેમ માત્ર 33 વોર્ડના ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા છે. બાકી રહેલા 15 વોર્ડમાં હજુ પણ ખેંચતાણ અને મથામણ ચાલુ છે.ખાસ કરીને સિનિયર નેતાઓની નારાજગી અને આંતરિક જૂથવાદને ખાળવા માટે મોવડીમંડળ સતત પ્રયાસ કરી રહ્યું છે. જે 15 વોર્ડમાં જાહેરાત બાકી છે, તેમાં બાપુનગર, જોધપુર, દરિયાપુર, નિકોલ, સરસપુર અને વિરાટનગર જેવા મહત્વના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ બેઠકો પર હવે કાર્યકરોને ટેલિફોનિક જાણ કરીને સીધા મેન્ડેડ આપવામાં આવે તેવી શક્યતા છે. બીજી તરફ, નવરંગપુરા, ઇન્દ્રાપુરી અને ચાંદલોડિયામાં એક મોટી ક્ષતિ સામે આવી છે. અહીં નક્કી કરાયેલા ઉમેદવારોના નામ મતદાર યાદીમાં ન હોવાને કારણે છેલ્લી ઘડીએ તેમના સ્થાને નવા ચહેરાઓને ટિકિટ આપવાની ફરજ પડી છે.

App Store