VIDEO: Dahod ભાજપમાં મોટું ગાબડું, ટિકિટ ન મળતા નારાજ પાંચ પૂર્વ કાઉન્સિલરોએ કોંગ્રેસનો હાથ પકડ્યો
સોર્સ : GSTV
દાહોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં મોટું ગાબડું પડ્યું છે, જ્યાં ટિકિટ ન મળતા નારાજ થયેલા પાંચ પૂર્વ કાઉન્સિલરોએ કેસરીયો છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. વોર્ડ નંબર 1 માંથી લક્ષ્મણભાઈ રાજગોર અને માસુમા ગરબાડાવાલા, વોર્ડ નંબર 5 માંથી કિંજલ પરમાર તેમજ વોર્ડ નંબર 6 માંથી અહેમદભાઈ ચાંદ અને અશ્વતબેન દલાલ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખની ઉપસ્થિતિમાં આ તમામ નેતાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ દ્વારા અવગણના કરાતા પૂર્વ કાઉન્સિલરોએ લીધેલા આ આકરા નિર્ણયથી દાહોદ નગરપાલિકાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.

