Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Congress candidate from Chandkheda Rajshriben Kesari files nomination papers

VIDEO: ચાંદખેડાના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ ભર્યું ઉમેદવારી પત્ર, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

Timeછેલ્લું અપડેટ : 10 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રીબેન કેસરીએ આજે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે. તેઓએ અમદાવાદ જિલ્લા પંચાયત કચેરી ખાતે જઈને સમર્થકોની હાજરીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાજશ્રીબેને મીડિયા સમક્ષ પોતાની જીતનો મક્કમ આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વિસ્તારના વિકાસના કાર્યો અને જનતાના સાથ સહકારથી તેઓ ફરી એકવાર વિજયી બનશે. આ સાથે જ ચાંદખેડા પંથકમાં કોંગ્રેસના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

App Store