Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Accused arrested for causing accident by hitting 2 home guards on Rajpath-Rangoli road

Ahmedabad news: રાજપથ-રંગોલી રોડ પર 2 હોમગાર્ડને અડફેટે લઈ અકસ્માત સર્જનાર આરોપીની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 15 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: રાજપથ-રંગોલી રોડ પર 2 હોમગાર્ડને અડફેટે લઈ અકસ્માત સર્જનાર આરોપીની ધરપકડ
સોર્સ : GSTV

Ahmedabad news: અમદાવાદના રાજપથ રંગોલી રોડ પર અકસ્માત સર્જાયો હતો.કૉલેજીયન કારચાલકે 2 હોમ ગાર્ડને અડફેટે લીધા છે. પહેલા કારચાલકે 2 હોમગાર્ડને અડફેટે લીધા બાદ કારચાલક ભાગવા જતા SP રિંગ રોડ પર ઉભેલા 3 શ્રમિકને અડફેટે લીધા હતા. 2 હોમગાર્ડ જવાનમાંથી એક હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. મિત પ્રવીણ જાની નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે.

App Store

મળતી માહિતી અનુસાર, સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજપથ રંગોલી રોડ પર અક્સ્માતની ઘટના સર્જાઈ હતી. સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે હોમગાર્ડને કારચાલકે ટક્કર મારી હતી. ટક્કર મારી 45 મીટર જેટલું ઢસેડયા બાદ પણ ગાડીના ઉભી રખાઈ હતી. રાજપથ રંગોળી રોડ પર બ્રેજા કારચાલકે હોમગાર્ડને ઉછાળ્યા હતા. કારમાં અન્ય કોઈ હતું કે નહીં તેની પૂછપરછ શરૂ છે. હોમગાર્ડને ટકકર માર્યા બાદ પણ હોમગાર્ડ ઉપરથી ગાડી ચલાવવામાં આવી હતી. મિત પ્રવીણ જાની નામના યુવકે અકસ્માત સર્જાયો હતો. મીત જાનીને પોલીસે ધરપકડ કરી છે. કારચાલક મીત જાનીએ નશો કર્યો છે કે નહીં તે જાણવા મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવ્યો છે. મિત હાલ MBAનો અભ્યાસ કરે છે. પ્રાથમિક તપાસમાં મીતનો કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવતો નથી. સરખેજ પોલીસે કારચાલકની ધરપકડ કરી કેસની આગળની કાર્યવાહી હાથ ધરી છે.