Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 5 weather systems active in Gujarat, rain forecast from 17th to 23rd August

VIDEO: ગુજરાતમાં 5 વેધર સિસ્ટમ સક્રિય, 17 થી 23 ઓગસ્ટ દરમિયાન વરસાદની આગાહી

Timeછેલ્લું અપડેટ : 17 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 17મી થી 23 ઓગસ્ટ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હાલ મોન્સૂન ટ્રફ, શીયર ઝોન, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ડિપ્રેશન સહિતની 5 જેટલી અલગ-અલગ હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકાને પગલે યલો ઍલર્ટ જાહેર કરાયું છે.

App Store

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ

હવામાન વિભાગના અધિકારી એ. કે. દાસના જણાવ્યાનુસાર, દક્ષિણ ગુજરાતના એકલ-દોકલ સ્થળોએ ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા રહેલી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના સાથે યલો ઍલર્ટ આપાવમાં આવ્યું છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ગાજવીજ સાથે વરસાદના એક-બે સ્પેલ (ઝાપટાં) થવાની આગાહી છે.

દરિયાકાંઠે એલર્ટ: માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

અગામી 17મી, 18મી અને 19મી ઓગસ્ટ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 45 થી 65 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. દરિયામાં કરંટ જોવા મળશે અને સ્થિતિ રફથી વેરી રફ રહેવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 508.09 મિ.મી. વરસાદ નોંધાયો છે, જ્યારે સામાન્ય વરસાદ 512.7 મિ.મી. હોવો જોઈતો હતો. હાલ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ અડીને આવેલા ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીમાં બનેલું વેલ માર્ક્ડ લો પ્રેશર હવે ડિપ્રેશનમાં ફેરવાયું છે. ત્યારે ચોમાસાની ટ્રફ રેખા ફિરોઝપુર, મુઝફ્ફરનગર, પટના થઈને ડિપ્રેશનના કેન્દ્રમાંથી પસાર થઈ રહી છે. 22 ડિગ્રી ઉત્તરમાં શિયર ઝોન સક્રિય છે, જ્યારે મધ્ય રાજસ્થાન અને પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે.