Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : 6 rain systems active in Gujarat: Heavy rain forecast for next 6 days, alert in 15 districts

VIDEO: ગુજરાતમાં 6 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 15 જિલ્લામાં એલર્ટ

Timeછેલ્લું અપડેટ : 16 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Gujarat Weather Forecast: દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સરક્યુલેશન, 48 કલાકમાં બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર સહિત 6 સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે ગુજરાતમાં આગામી 21 ઓગસ્ટ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં 16 ઓગસ્ટના રોજ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની શક્યતા છે.

App Store

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

હવામાન વિભાગ અનુસાર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, નર્મદા જિલ્લામાં 30-40 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સાથે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બીજી તરફ, રાજ્યમાં આગામી 17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે. જેમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

વરસાદી 6 સિસ્ટમ સક્રિય

દેશભરમાં ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. સવારના સમયે દક્ષિણ-પૂર્વ ઝારખંડ અને આસપાસના વિસ્તારો પર સર્જાયેલું લો-પ્રેશર યથાવત રહ્યું છે, જેની સાથે સંકળાયેલું સાયક્લોનિક સરક્યુલેશન દરિયાઈ સપાટીથી 4.5 કિ.મી.ની ઊંચાઈ સુધી વિસ્તરેલું છે. જો કે, આગામી 12 કલાક દરમિયાન આ સિસ્ટમ નબળી પડે તેવી શક્યતા છે. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેના આસપાસના વિસ્તારો પર 3.1 કિ.મી.ની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સરક્યુલેશન હજુ પણ સક્રિય રહેતા પશ્ચિમ ભારતના હવામાન પર તેની સીધી અસર જોવા મળી રહી છે.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટ્રફ હાલ ફિરોઝપુર, રોહતક, ઓરાઈ, સીધી અને ઝારખંડના લો-પ્રેશરના કેન્દ્રમાંથી પસાર થઈને દક્ષિણ-પૂર્વ તરફ પૂર્વ-મધ્ય બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર 5.8 થી 7.6 કિ.મી.ની ઊંચાઈ વચ્ચે વધુ એક અપર એર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે, જેના પ્રભાવથી 48 કલાકમાં ઉત્તર બંગાળની ખાડીમાં નવું લો-પ્રેશર આકાર લે તેવી પ્રબળ શક્યતા છે. હાલ નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફુંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ તીવ્ર બની શકે છે.

ગુજરાતમાં મોસમનો કુલ 73.86% વરસાદ

રાજ્યમાં આ વર્ષે સિઝનનો અત્યાર સુધીમાં સરેરાશ 671.34 મિ.મી. એટલે કે મોસમનો કુલ 73.86% વરસાદ નોંધાયો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 100.67% વરસાદ ખાબક્યો છે, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 73.59%, ઉત્તર ગુજરાતમાં 55.94% અને સૌરાષ્ટ્રમાં 55.45% વરસાદ નોંધાયો છે. રાજ્યના 233 તાલુકાઓમાંથી 36 તાલુકાઓમાં 1000 મિ.મી.થી વધુ વરસાદ પડી ચૂક્યો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા અને જોખમી વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 84,318થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં નવસારીમાં 28,060, વલસાડમાં 22,214 અને સુરતમાં 17,992 જિલ્લાઓ અગ્રેસર છે. જેમાં રાહત અને બચાવ કામગીરી માટે રાજ્યભરમાં NDRFની 12 ટુકડીઓ અને SDRFની 30 પ્લાટૂન્સ તૈનાત કરવામાં આવી હતી.

નર્મદા ડેમ 87.59% ભરાયો, 40 જળાશયો હાઈ એલર્ટ પર

રાજ્યની જીવનદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 87.59% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ સિવાય રાજ્યના 206 અન્ય જળાશયોમાં 65.55% પાણીનો સંગ્રહ થયો છે, જે પૈકી 27 ડેમો 100% ભરાઈ જતાં સંપૂર્ણ છલોછલ થયા છે. જળસંગ્રહની સ્થિતિને ધ્યાને રાખીને રાજ્યના 40 ડેમોને હાઈ એલર્ટ, 6 ડેમોને એલર્ટ અને 12 ડેમોને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા દરિયામાં ભારે કરંટ અને પવનની શક્યતાને પગલે માછીમારોને 15 થી 17 ઓગસ્ટ દરમિયાન દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.