VIDEO: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, 6 સિસ્ટમ સક્રિય
સોર્સ : gstv
ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં છ સિસ્ટમ સક્રિય છે, જેમાં ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફનો સમાવેશ થાય છે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, વાવ-થરાદ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. માછીમારોને આજે તેમજ 16 અને 17 ઓગસ્ટે દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધી 501.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે.

