Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : '35 tola gold and lakhs of rupees stolen', inhuman torture by in-laws on wife in Shyamal, Ahmedabad

'35 તોલા સોનું અને લાખો રૂપિયા પચાવી પાડ્યા', અમદાવાદના શ્યામલમાં પરિણીતા પર સાસરિયાંનો અમાનુષી ત્રાસ

Timeછેલ્લું અપડેટ : 04 Aug 2026
લાઇવ ટીવીGoogle News
'35 તોલા સોનું અને લાખો રૂપિયા પચાવી પાડ્યા', અમદાવાદના શ્યામલમાં પરિણીતા પર સાસરિયાંનો અમાનુષી ત્રાસ
સોર્સ : gstv

અમદાવાદના શ્યામલ ચાર રસ્તા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ પોતાના પતિ અને સાસુ સામે દહેજ ઉત્પીડન, મારઝૂડ અને નાણાકીય ઠગાઈની ગંભીર પોલીસ ફરિયાદ નોંધાવી છે. લગ્નના ગણતરીના મહિનાઓમાં જ સાસરિયાઓએ પરિણીતા પાસેથી 35 તોલા સોનાના દાગીના પડાવી લીધા હતા તેમજ પિયર પક્ષ પાસેથી લીધેલી લાખો રૂપિયાની રકમ પણ પચાવી પાડી હોવાનો આક્ષેપ કરાયો છે.

App Store

દહેજની માંગણી અને શારીરિક-માનસિક ત્રાસ

પોલીસ ફરિયાદ અનુસાર, શ્યામલ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય પરિણીતાના લગ્ન નવેમ્બર 2025માં સાણંદ-સરખેજ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા અમિત પટેલ સાથે થયા હતા. લગ્નના બે મહિના બાદથી જ પતિ અમિત પટેલ અને 72 વર્ષીય સાસુ ગીતાબહેન પટેલે પરિણીતાને મેણા-ટોણા મારી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે પરિણીતાએ આ અંગે સાસુને રજૂઆત કરી ત્યારે તેણે 'અમિત ઝનૂની સ્વભાવનો છે, તારે સહન કરવું પડશે' કહીને પુત્રનો જ પક્ષ લીધો હતો. આ ઉપરાંત પતિએ પરિણીતાનો મોબાઈલ ફોન પણ આંચકી લીધો હતો અને માતા-પિતા સાથે વાત કરવા કે ઘરની બહાર નીકળવા પર પણ પ્રતિબંધ મૂકી દીધો હતો. પતિ પોતાની પોલીસ અને ગુંડાઓ સાથે ઓળખાણ હોવાની ધમકીઓ આપતો હતો.

35 તોલા સોનું અને લાખો રૂપિયા પડાવ્યા

સાસરિયાઓ દ્વારા પરિણીતા પર દબાણ બનાવીને અનેક પ્રકારનું નાણાકીય શોષણ કરવામાં આવ્યું હતું. પરિણીતા પાસેથી 35 તોલા સોનું બળજબરીથી પડાવી લેવાયું. પિયર પક્ષ પાસેથી 32 લાખ રૂપિયા લીધા બાદ તેમાંથી 17.66 લાખ રૂપિયાના ચેક બાઉન્સ થયા હતા. જ્યારે બાકીના 8 લાખ રૂપિયાના ચેક બેન્કમાં જમા ન કરાવવા દબાણ કરી તે રકમને દહેજ પેટે ગણી લેવા જણાવ્યું હતું. ધાકધમકી આપી પરિણીતા અને તેના પિતાના ક્રેડિટ કાર્ડમાંથી રૂ. ૧.૪૦ લાખનો ખર્ચ કરી લીધો હતો અને પરિણીતાના નામે લોન પણ મેળવી લીધી હતી.

બળજબરીથી વીડિયો સ્ટેટમેન્ટ બનાવડાવ્યું

અગાઉ જ્યારે આ અંગે પોલીસમાં અરજી કરવામાં આવી હતી ત્યારે આરોપી પતિ અને સાસુએ પરિણીતા સાથે મારઝૂડ કરી બધું વ્યવસ્થિત ચાલે છે તેવું ખોટું વીડિયો રેકોર્ડિંગ અને લિખિત નિવેદન બળજબરીથી લખાવી લીધું હતું. અંતે સાસરિયાઓના અસહ્ય ત્રાસથી કંટાળીને પરિણીતા 11મી જુલાઈના રોજ જેમ-તેમ કરીને ત્યાંથી ભાગીને પોતાના પિયર પહોંચી ગઈ હતી. પિયર આવીને પરિણીતાએ હિમ્મત દાખવી સાસરિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News