VIDEO:દ્વારકાઃ રોજીવાડામાં બંધ મકાનમાંથી ૧૫ તોલા સોના સહિત રૂ. ૧૧.૧૪ લાખની ચોરી.
સોર્સ : GSTV
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના રોજીવાડા ગામમાં ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં રહેતા ખેડૂત ગંગાદાસભાઈ સોલંકીનો પરિવાર જ્યારે શનિવારે સવારે દ્વારકાધીશના દર્શને ગયો હતો, ત્યારે બંધ મકાનને નિશાન બનાવી ચોરોએ ચોરીને અંજામ આપ્યો હતો. સાંજે પરિવાર પરત ફરતા ઘરના તાળા તૂટેલા અને સામાન વેર વિખેર હાલતમાં મળ્યો હતો. તસ્કરોએ કબાટમાંથી આશરે ૧૫ તોલા સોનાના દાગીના, ચાંદી અને રૂ. ૧૭ હજાર રોકડા મળીને કુલ રૂ. ૧૧.૧૪ લાખની ચોરી કરી છે...આ બનાવની જાણ થતાં જ DySP અને સ્થાનિક પોલીસ કાફલો એફ.એસ.એલ. તથા ડોગ સ્ક્વોડ સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો. ત્યારે હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે....

