Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : 2 people including husband of female sarpanch caught red-handed while taking bribe of ₹5 lakh

VIDEO: Devbhoomi Dwarka / કલ્યાણપુરમાં ACBની મોટી કાર્યવાહી, ₹5 લાખની લાંચ લેતા મહિલા સરપંચના પતિ સહિત 2 રંગેહાથ ઝડપાયા

Timeછેલ્લું અપડેટ : 09 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના હરીપર ગામે એસીબીએ સફળ ટ્રેપ ગોઠવીને 5 લાખ રૂપિયાની લાંચ લેતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા છે. હરીપર ગામના મહિલા સરપંચના પતિ ડાયાભાઈ પરમાર અને અન્ય એક શખ્સ જીવાભાઈ પરમારે કાળા પથ્થરની ખાણના કામકાજમાં ખોટી હેરાનગતિ ન કરવાના બદલામાં ફરિયાદી પાસે 20 લાખની લાંચ માંગી હતી, જેનો પ્રથમ હપ્તો સ્વીકારતા તેઓ પકડાઈ ગયા છે. જામનગર એસીબીની ટીમે કલ્યાણપુર મામલતદાર કચેરી સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં છટકું ગોઠવી આ કાર્યવાહી કરી હતી. હાલ બંને આરોપીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

App Store