મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદ / ઉસ્માનપુરા રિવરફ્રન્ટ પાસે બોટમાં આગ

અમદાવાદના ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન નજીક ખાનગી બોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મ

અમદાવાદના ઉસ્માનપુરા રિવરફ્રન્ટ ગાર્ડન નજીક ખાનગી બોટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા બોટ સળગાવી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગતાં જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમયસર આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બોટમાં આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે પણ મામલાની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો